Haiku Poem by KIRTI SHAH

Haiku

તરસ્યો પહોચ્યો તિરે
નસીબે પ્યાસિ
નદિ નીરે

ગ્લાસ પાણી ધરમે
ચીંધે કર્મી
નદીને નકશે

સમયનો ય સમય
ચાલતો એના જ
સમયે

કસમયે બકબક
સમયે જ
બોલતી બંધ

નિષ્ફળતા બનતું
વિશ્વાસનું એક
કબ્રસ્થાન

કબ્રસ્થાને દટાયેલ
શરીરને જીવની
શોધ

દરેક કવિતાનો
રહેવાસ
આંસુ કોક સ્મિત

સારો શ્રોતા
કરતો મંથન
વિચારોના મેળામાં

નસીબમાં કઈક
ગમગીન
બનાવતું કૈક

સ્વ સ્વપનો બીજે
ઠોકવાથી
સફળતાનો રંજ

ધેર્ય, સુવિધા ને
સરળતાનો યશ
શત રંજ

મોત માંથે લઈને
ફરતો મોજી
એક ફોઉજી

Saturday, December 19, 2015
Topic(s) of this poem: social
COMMENTS OF THE POEM
READ THIS POEM IN OTHER LANGUAGES
KIRTI SHAH

KIRTI SHAH

mumbai (india)
Close
Error Success