જીવન ને નાં પારખી શક્યો ..Jivan Ne Poem by Mehta Hasmukh Amathaal

જીવન ને નાં પારખી શક્યો ..Jivan Ne

જીવન ને નાં પારખી શક્યો

હું ધરાપર સ્વર્ગ ને ગોતી રહ્યો
હતુ બધુ નજર સામે, સત્યને અવગણી રહ્યો
ખોવાઈ ગઈ માનવતા, આંખો ને બંધ કરી રહ્યો
ચરણ માં માથું મુકીને પણ શરમથી મન ને કોસી રહ્યો
'પ્રભુ મારા બધા અવગુણો ને, માફ કરવા વિનવી રહ્યો।.. હતું બધું

નજર માં અમીનો ખજાનો હતો
પ્રેમ નો પણ હું સંગાથી હતો
દિલ માં ઘણો ઘણો ઉમંગ હતો
પણ મનમાં ને મનમાં મુજાતો રહ્યો...હતું બધું

ઘરમાં પ્રભુ સમક્ષ હતાં પણ માતાપિતા ને અવગણી રહ્યો
મન માં ને મન માં કલ્પના નાં ઘોડા ને સ્પર્શ સમજી માણી રહ્યો
સમય ને ચાલી જતા બધુ પ્રાપ્ત થયું
પણ મન તો એવું ને એવુ જ રહ્યું...હતું બધું

પત્ની ની નજર માં પ્રભુ થઇ ને વસી રહ્યો
બાળ બચ્ચા ને ખુસી અર્પી મન ને પ્રફુલ્લિત કરી રહ્યો
પણ પડોસી ની અવદશા ને ના નીરખી શક્યો
ઘર માં તેમના માતમ હતો પણ દિલ થી દિલાસો નાં આપી શક્યો।.હતું બધું

કેવળ મારું, મારું સમજી માયા ને ફેલાવી રહ્યો
'હજુ વધુ, હજુ વધુ' ચિંતા કરી ને સંતાપી રહ્યો
ભાવી નાં વર્તારા ને કદી સમજી શક્યો
સામે આવ્યું દર્દ ઘણું પણ, દિલસોજી નાં પાઠવી શક્યો।.હતું બધુ

મન માં થોડું લાગી આવ્યું પણ નસીબ ને કોસી રહ્યો
આત્મજ્ઞાન લાધ્યું હતું થોડું પણ મન ને મનાવી શક્યો
માનવી થઇ ને માનવતાને ઉપહાસ હું કરી રહ્યો
જીવન ને નાં પારખી શક્યો ને મોત નો વિચાર કરી રહ્યો ।.હતું બધું

જીવન ને નાં પારખી શક્યો   ..Jivan Ne
Sunday, September 6, 2015
Topic(s) of this poem: poems
COMMENTS OF THE POEM
Mehta Hasmukh Amathalal 06 September 2015

Rahul Bhagat likes this. Hasmukh Mehta Welcome Nautiyal Unlike · Reply · 1 · Just now

0 0 Reply
Mehta Hasmukh Amathalal 06 September 2015

મન માં થોડું લાગી આવ્યું પણ નસીબ ને કોસી રહ્યો આત્મજ્ઞાન લાધ્યું હતું થોડું પણ મન ને મનાવી શક્યો માનવી થઇ ને માનવતાને ઉપહાસ હું કરી રહ્યો જીવન ને નાં પારખી શક્યો ને મોત નો વિચાર કરી રહ્યો ।.હતું બધું

0 0 Reply
READ THIS POEM IN OTHER LANGUAGES
Mehta Hasmukh Amathaal

Mehta Hasmukh Amathaal

Vadali, Dist: - sabarkantha, Gujarat, India
Close
Error Success