જો મળી જાય Jo Mali Jaay Poem by Mehta Hasmukh Amathaal

જો મળી જાય Jo Mali Jaay

જો મળી જાય

જો, જેમ તમે કહો છો, તે સત્ય છે
તો સમજી લો પ્રેમ નો ક્ષય છે
બનાવટ નો પરદાફાશ થાય
તે પહેલા જલ્દી થી ચેતી જાવ।

પ્રેમ માં બનાવટ ના હોય
તેની છણાવટ પણ ના હોય
કોઈપણ સમયે લાગે કે કૈંક રંધાઈ રહયું છે!
તો તરત ને તરતજ તેનો ખુલાસો એકમાત્ર અવકાશ છે।

શંકા નો કીડો મનમાં આકાર ના લેવો જોઈએ
સપના સાકાર કરવા માટે પ્રેમી કેવો હોવો જોઈએ?
એની ચકાસણી મન ને અનુરૂપ હોવી જ જોઈએ
મન કહે તોજ આગળ વધવું જોઈએ।

કલ્પના માત્ર થી શંકા ના વમળો સર્જવા
પછી ખાલી ખાલી આક્ષેપો વહેતા કરવા
પ્યાર ને નબળો પુરવાર કરવા પૂરતા છે
પ્યાર ને આકાર લેતા પહેલાજ ખતમ કરવો ક્રૂરતા છે।

નથી હોતા બધા નસીબવાન
જેને પ્રેમિકા પણ મળે સાથે ગોરો વાન
વિચિક્ષણ હોય અને સમજુ ની સાથે મળતાવડી
પછી તો પલડું ભારી જ રહે જો મળી જાય આવી લાડી।

જો મળી જાય Jo Mali Jaay
Wednesday, November 16, 2016
Topic(s) of this poem: poem
COMMENTS OF THE POEM
Mehta Hasmukh Amathalal 16 November 2016

નથી હોતા બધા નસીબવાન જેને પ્રેમિકા પણ મળે સાથે ગોરો વાન વિચિક્ષણ હોય અને સમજુ ની સાથે મળતાવડી પછી તો પલડું ભારી જ રહે જો મળી જાય આવી લાડી।

0 0 Reply
READ THIS POEM IN OTHER LANGUAGES
Mehta Hasmukh Amathaal

Mehta Hasmukh Amathaal

Vadali, Dist: - sabarkantha, Gujarat, India
Close
Error Success