કલિયુગ,,, Kaliyug Poem by Mehta Hasmukh Amathaal

કલિયુગ,,, Kaliyug



કલિયુગ

કલિયુગ ની આ દુનિયા માં
હું પેમની જ્યોત જગાવું છું
કોઈ કરે અતિશય નફરત પણ
હું મિલન બીજાનું કરાવું છું। કલિયુગ ની

ઉપકાર નો બદલો અપકાર થી
દુનિયાના લોકો આપે છે
યશ માટે હું કરું કામના
પણ અપ્યાશ મને તે આપે છે। કલિયુગ ની

રહેવા માટે શરણું દીધું
જાકરો મને તે આપે છે
મામન, સન્માન મેં ઘણું દીધું
અપમાન મને તે આપે છે। કલિયુગ ની

વરણાગી ને છેલ છોગાળો
અટકચાળો મેં કર્યો નથી
દુભવ્યા નથી મેં મન બીજાના
કલહ કડી મેં કર્યો નથી।

આપે પીડા લોકો તોપણ
મનને ખુબ મનાવ્યું છે
દિલ ને દીધો ડારો તોપણ
દિલ ને ખુબ મનાવ્યું છે। કલિયુગ ની

દુર કીધા છે દુખ બીજાના
મંત્ર એવો અપનાવ્યો છે
ઝેર તો સામે પીરસાણું હતું
અમૃત સમજી ઘૂંટડો પીધો છે કલિયુગ ની

COMMENTS OF THE POEM
Mehta Hasmukh Amathalal 25 February 2014

Sudhir Pandya and Haresh Solanki like this. Sudhir Pandya Very nice and g.m. 22 hours ago · Unlike · 1

0 0 Reply
Mehta Hasmukh Amathalal 25 February 2014

Seen by 7 Akash Buttani likes this. Hasmukh Mehta welcome a few seconds ago · Unlike · 1

0 0 Reply
Mehta Hasmukh Amathalal 25 February 2014

Kaushik Patel ???? ???? 11 hours ago · Unlike · 1

0 0 Reply
READ THIS POEM IN OTHER LANGUAGES
Mehta Hasmukh Amathaal

Mehta Hasmukh Amathaal

Vadali, Dist: - sabarkantha, Gujarat, India
Close
Error Success