મા ભોમકા...Maa Poem by Mehta Hasmukh Amathaal

મા ભોમકા...Maa

Rating: 5.0

મા ભોમકા
શનિવાર,16 માર્ચ 2019

આપણ બધા ધરતી ના બાળ
માં ધરતી લેતી બધા ની સંભાળ
આમતો ખેડૂ ગણાય ધરતી નો પનોતો પુત્ર
આનંદ જણાય ચોમેર અને સર્વત્ર।

ધરતો રહેતી સદા ખમતીધર
વરસાવતી સદા અમીધાર
પાલક થઇ લેતી બધાની સંભાળ
જાણે કરતી હોય આળપંપાળ।

માનવજાત રહી એની ઋણાનુબંધ
એનો સંબંધ રહ્યો છે અતૂટ અને અકબંધ
માતા તરીકે નો સંબંધ ઘણો જ મધુર
એનુ ઋણ ચૂકવવા રહે હંમેશા આતુર।

યુવાનો જીલી લે હાકલ
માં ભોમ ની રક્ષા કાજે આપે બલિદાન
લોકો પણ ખુલ્લે મન આપે દાન
આહુતિ ના રૂપ માં આપે પ્રાણ।

આવી ધરતી મા પર આપણ ને રહે ગૌરવ
એ સહે બધા જ અત્યાચાર રહી શાંત અને નીરવ
માં ભોમકા નો ઇતિહાસ ઘણો જ ગૌરવશાળી
આપણે પણ હરખાઈ જઈને જોઈને લીલી હરિયાળી।

હસમુખ અમથાલાલ મહેતા

Courtesy: Giant living sculpture at Atlanta

મા ભોમકા...Maa
Friday, March 15, 2019
Topic(s) of this poem: poem
COMMENTS OF THE POEM
Mehta Hasmukh Amathalal 16 March 2019

bhadresh bhatt 1 Edit or delete this Like · Reply · 1m · Edited

0 0 Reply
READ THIS POEM IN OTHER LANGUAGES
Mehta Hasmukh Amathaal

Mehta Hasmukh Amathaal

Vadali, Dist: - sabarkantha, Gujarat, India
Close
Error Success