યાદો તો સરકતી જાય છે.. Yaado To Sarakti Poem by Mehta Hasmukh Amathaal

યાદો તો સરકતી જાય છે.. Yaado To Sarakti

Rating: 5.0


યાદો તો સરકતી જાય છે

યાદો તો સરકતી જાય છે
પાંપણ ને ભીંજવી જાય છે
રાતો તો ખસકતી જાય છે
શમણાં ને રિજવી જાય છે। યાદો તો સરકતી જાય છે

પાણી ખળખળ વહેતું જાયે
મન પણ ધીરે કહેતું જાયે
વેળા તો હાથ થી છટકી જાયે
વાતો પટલપર છવાઈ જાયે। યાદો તો સરકતી જાય છે

જીવતર નો ચિતારો આજ છે
આશાનો સંચારો પણ આજ છે
જીવવાનો સહારો પણ આજ છે
સમય નો તકાજોપણ આજ છે। યાદો તો સરકતી જાય છે

યાદો વસાવી છે જેણે જીવન માં
જીવતર જીવી જાણું છે
વાતો ને પચાવી જેણે ઉદર માં
ઘડતર ને ઉજાવી જાણ્યું છે। યાદો તો સરકતી જાય છે

કેમે ભુલાવું માનસ પટપર?
ઉભરેલી આશા હટતી નથી
કેમે વિસરાવું અંત: મન પર
કંડારેલી છાયા ખસતી નથી। યાદો તો સરકતી જાય છે

યાદો તો છે અણમોલ ખજાનો
બહુમૂલ્ય અને મહામુલો
સદા સમાવું કદી નાં ભુલાવું
સમય ની કેડી પર પગ નાં ડગાવું। યાદો તો સરકતી જાય છે

COMMENTS OF THE POEM
Mehta Hasmukh Amathalal 19 February 2014

welcoem dharmendra pandya a few seconds ago · Unlike · 1

0 0 Reply
Mehta Hasmukh Amathalal 19 February 2014

Jignesh Patel likes this. Hasmukh Mehta welcome a few seconds ago · Unlike · 1

0 0 Reply
Mehta Hasmukh Amathalal 19 February 2014

Bhavesh Chavda wha wha about a minute ago · Unlike · 1

0 0 Reply
Mehta Hasmukh Amathalal 19 February 2014

Hasmukh Mehta welcome Yogesh Goswami likes this. a few seconds ago · Unlike · 1

0 0 Reply
READ THIS POEM IN OTHER LANGUAGES
Mehta Hasmukh Amathaal

Mehta Hasmukh Amathaal

Vadali, Dist: - sabarkantha, Gujarat, India
Close
Error Success