Ravji Patel

(1939–1968 / Kheda, Gujarat / India)

મારી આંખે કંકુના સૂરજ આથમ્યા - Poem by Ravji Patel

મારી આંખે કંકુના સૂરજ આથમ્યા ….
મારી વે'લ શંગારો વીરા, શગને સંકોરો
રે અજવાળાં પહેરીને ઊભા શ્વાસ!
મારી આંખે કંકુના સૂરજ આથમ્યા ….

પીળે રે પાંદે લીલા ઘોડા ડૂબ્યા;
ડૂબ્યાં અલકાતાં રાજ, ડૂબ્યાં મલકાતાં કાજ
રે હણહણતી મેં સાંભળી સુવાસ!
મારી આંખે કંકુના સૂરજ આથમ્યા ….

મને રોકે પંછાયો એક ચોકમાં;
અડધા બોલે ઝાલ્યો; અડધો ઝાંઝરથી ઝાલ્યો
મને વાગે સજીવી હળવાશ!
મારી આંખે કંકુના સૂરજ આથમ્યા ….


Comments about મારી આંખે કંકુના સૂરજ આથમ્યા by Ravji Patel

  • (10/14/2018 8:35:00 AM)

    DOWNload kai rite karvu (Report)Reply

    0 person liked.
    0 person did not like.
Read all 1 comments »



Read this poem in other languages

This poem has not been translated into any other language yet.

I would like to translate this poem »

word flags

What do you think this poem is about?



Poem Submitted: Saturday, June 30, 2012

Poem Edited: Saturday, June 30, 2012


[Report Error]