(1939–1968 / Kheda, Gujarat / India)

What do you think this poem is about?

કદી આંખમાંથી ઊડી જાય પંખી

કદી આંખમાંથી ઊડી જાય પંખી,
કદી આંખ વચ્ચે પડી ન્હાય પંખી.
અટારી નીચે વૃક્ષ ઊગ્યું'તું મનમાં,
વિચારો થઈ આજ અટવાય પંખી.
કરી પાંખ પ્હોળી ઉભય ગાલ ઉપર,
તમારા ચહેરાનું મલકાય પંખી.
નર્યાં ફૂલ વચ્ચે રહી રહીને થાક્યું,
હવે શબ્દ થઈને આ અંકાય પંખી.
પણે ડાળ આંબાની ટહુક્યા કરે છે,
પણે રાત આખી શું વેરાય પંખી.
હજી જીવું છું એનું કારણ છે એક,
હજી શ્વાસમાં એક સંતાય પંખી.

Submitted: Saturday, June 30, 2012


Comments about this poem (કદી આંખમાંથી ઊડી જાય પંખી by Ravji Patel )

Enter the verification code :

There is no comment submitted by members..
[Hata Bildir]