(1939–1968 / Kheda, Gujarat / India)

What do you think this poem is about?

મારું દુઃખ ચકલીઓ મૂંગી છે તે છે

મારું દુઃખ ચકલીઓ મૂંગી છે તે છે.
આગલી કવિતામાં
મારા જીવનનાં
દસ વર્ષ વહી ગયાં; અને
હું આંસુમાં,ઓગળી ગયેલી ચકલીઓ જેવો
ફરીવાર થઈ ગયો.
મારા હાથ
બોબડાની જીભ જેવા.
ભીંત પર હલ્યા કરતા પડછાયા જેવો
ઘરમાં વસું
એના કરતા મંદિરનો ઘંટ હોત તોય સારું,
કેટલાય કાનને હું જગાડત…..

Submitted: Saturday, June 30, 2012


Comments about this poem (મારું દુઃખ ચકલીઓ મૂંગી છે તે છે by Ravji Patel )

Enter the verification code :

There is no comment submitted by members..
[Hata Bildir]