હાયકુ-એક ગરબે (હાય-કયું?) Poem by KIRTI SHAH

હાયકુ-એક ગરબે (હાય-કયું?)

નવ રાત્રી જે
ઘર-બે હીંચ હૈયે
લે હાય કયું?

દીકરી બાપ
માટે ફોરવર્ડ જે
માનો ધ્રાસકો

જુવાની હેલે
ચઢે સંગીત તાલે
સ્પર્શ જે શોધે

રંગરોગાન
આઘેડે જે ચસકે
રંગ રશિયા

ભાગે લાહવે
રાસ ગરબામાં ય
ભાગ જુવાની

ઘરે લાવતા
જેવું તેવું નૃત્ય કરી
નૃત્યાંગના

ઠુંઠી ડાળને
વસંત ઋતુએ ય
ફૂટેકુંપળ

જુવાની રમે
ગરબે કામદેવ
શોધે શિકાર

જુવાની સંગે
રાસ રમે વડીલો
કુંડાળું શોધે

હીંચ કિશોર
કિશોરી લે માબાપ
શીકે જીવને

નવા યુગલો
રચે નવા યોગ જે
પરસ્પર રાસે

ખરો ગરબો
ગરવો જો દીવાના
રહે નરવા

Saturday, January 2, 2016
Topic(s) of this poem: haiku
COMMENTS OF THE POEM
READ THIS POEM IN OTHER LANGUAGES
KIRTI SHAH

KIRTI SHAH

mumbai (india)
Close
Error Success