બધું માડી વાળ્યું Poem by KIRTI SHAH

બધું માડી વાળ્યું

સવારનો સમય, નવી જગ્યા
એકલા ચાલતા ચાલતા
ઠંડી હવે મનની પોથી ખુલતી
તાજા પ્રહારોનો હિસાબ કરતી
ક્યાં કેમ અને કેમ નહી ની મથામણ
રમતા બચ્ચાઓના જગડા ને સુલેહ
આપસના મિત્ર ને સ્નેહીઓની રમઝટ
હિસાબે ચોખ્ખા તો કૈકની નાહક ખટખટ
ચોખ્ખા ગણ્ય તો ખટપટી અગણ્ય
કરી જે બાદબાકી તો ક્યાં મળે તાળો
જે સીધા તે સરળ બધે,
આડા ને તો જો ટાળો
તો ય ત્યાં જ જાય અટકી
ઠંડી હવે મારતા જાય ટપલી
ત્યાં તો દેખાય ઘરના દ્વાર
આજનો આટો જે પૂરો થાય
એમ કોઈ હિસાબ ન કરાય
વરસોના જે છે બંધન
અંતે પોથી ને કરી બંધ.......
બધું માડી વાળ્યું

Saturday, December 19, 2015
Topic(s) of this poem: sad
COMMENTS OF THE POEM
READ THIS POEM IN OTHER LANGUAGES
KIRTI SHAH

KIRTI SHAH

mumbai (india)
Close
Error Success