Haiku 5-1 Poem by KIRTI SHAH

Haiku 5-1

પ્રપંચી દુનિયા માં
હળવે વિહરતી
કવિતા
 
આંગળી પંક્તિઓની
ચલાવતી મનની
ભુજાઓ
 
અજવાળે પ્રેર્ણા
ધબકાવતી જિંદગી
કવિતા
 
સહારો સ્વીકારતી
સ્મરણે લખાતી
એ કવિતા
 
એકલા પંડે માર્ગ
દાખવતી પંક્તિઓ
કવિતે
 
ઉતારે મનનો ભાર,
એક માર્ગી માર્ગ
કવિતા
 
ન કોઈ દલીલ
કે રોકટોક,
એક તર્ફી લેખ

વિરોધે ય બચતા
બચાવવી
ક્રમશ જીન્દગી
 
ચાલશે ને ચલાવીસ
બસ એક રાગ
જીન્દગી
 
બદલે સુર સાંભળી
સંભાળી ચાલવું
જિંદગી
 
પડે સ્તંભ
હચમચે મકાન
પડકાર પાયે
 
ખોયું મળ્યું પામ્યું
તેમની વચ્ચે માને
એ જીવન.
 
જન્મેલા બાળકને
ન પડે તે સમજ
રડવાની
 
વહેતો માણસ
બે ખબર એ
મોતના પૂરથી
 

 
 
 

Thursday, December 31, 2015
Topic(s) of this poem: haiku
COMMENTS OF THE POEM
READ THIS POEM IN OTHER LANGUAGES
KIRTI SHAH

KIRTI SHAH

mumbai (india)
Close
Error Success