આજ છે સત્ય Aaj Chhe Satya Poem by Mehta Hasmukh Amathaal

આજ છે સત્ય Aaj Chhe Satya

Rating: 5.0

આજ છે સત્ય

શોક ના કરશો કોઈ રસિકડા
આપણે તો છીએ માટી નાં રમકડા
જીવન છે એક અણમોલ નિશાની
લાવે ખજાનો ખુશીયોને અને મટાડે વિરાની

ઘ્યાની લોકો કહે: 'દુનિયા છે એ ફાની'
જીવંત રહો તો નસીબની બલિહારી
એની કૃપા થી દયા જરમર વરસે
જગ આખું અને અનોખું, પોતાનું દીસે

માયા ના બંધન હોય અનોખા
કોઈ બને જોગી ને કોઈ ખેરખાં
કોઈ ભીખારી ને કોઈ તવન્ગર
પણ બધા હોયે મન નાં માણીગર

પ્રેમેં સદ્દાથી સંદેશો ફેલાવ્યો
જીવતર નો ફેરો ઝગમગ બનાવ્યો
ખુશીયોં થી સદા પ્રાણ પુરાવ્યો
ધર્મ નો સાથ કરી સફળ બનાવ્યો

દીન હીન અને વૃદ્ધ અપંગ
વિતાવે જીવન ઉમંગ નાં સંગ
તડકી છાંયડી તો આવે ને જાયે
જીવન જીવતર અનોખું સજાવે

મળે સાથી જો તમને દિલ થી ગમતો
ચેહરા ને રાખજો સદા માટે હસતો
ફરી નહિ આવે આવી પળો વારે વારે
પ્રેમ નું બંધન જીવનમાં થી ઉગારે

બે છે કાંઠા અને એક જ કિનારો
નિભાવ વો પડશે પડેલો પનારો
કોઈ એક છુંટી જશે પળ ના પલકારે
આજ છે સત્ય એને ખુશી સ્વીકારે

COMMENTS OF THE POEM
READ THIS POEM IN OTHER LANGUAGES
Mehta Hasmukh Amathaal

Mehta Hasmukh Amathaal

Vadali, Dist: - sabarkantha, Gujarat, India
Close
Error Success