આમ જ અંત થવાનો Aamaj Poem by Mehta Hasmukh Amathaal

આમ જ અંત થવાનો Aamaj

આમ જ અંત થવાનો

ના। કાલે તો હું ઘેર આવી જઈશ
આવીને પહેલા તો હું બરાબર નહાઈશ
મેહતાજી, , મને નીંદર નથી આવતી
હું એને સાંભળીજ રહ્યો અને તે કહેતીજ રહી।

કાળે એને ભરખી લીધી
મારા જીવન ની ગતી ને જાણે અંકુશ માં લાવી દીધી
તે કહેતી ' મારે પહેલા વિદાય લેવી છે '
મારા માટે જીવન વસમું થઇ જશે

મને યાદ આવે છે તેના એક એક શબ્દ
હું ઘણી વખત રહી જતો સ્તબ્ધ
' મારી સાથે મારો ધર્મ જ આવશે'
કોઈને અન્ન જળ આપ્યા હશે તો હું પણ પામીશ અને મળશે

આવી તર્ક સંગીન વાતો મને વિહ્વળ કરી દેતી
'અત્યારે તમે બોલો છો' એટલું કહી તે ચૂપ થઇ જતી
પણ મારી વિદાય તમને ગમગીન કરી મુકશે
તમે રડશો તો પણ મને કેમે કરી ભૂલશો?

ના, તારે પહેલા નથી જવાનું
શું થશે હાલ અને કોણ આપશે જમવાનું?
તારો સમય છોકરા ઓ પાસે વ્યતીત થઇ જશે
મારી તો શી એ વલે થશે!

તેનું કથન સાચું પડયું
મારું જીવન એકલું અટુલું થઇ ગયું
હું એને વિદાય તો આપી શક્યો
પણ એનો વિરહ ના ખમી શક્યો।

કેટલા બધા વરસો નો સથવારો
ઘડીક માં આવી ગયો આરો
ઘર ખાવા દોડે છે અને વાતાવરણ રહે છે ગમગીન
જીવન શુષ્ક, નીરસ અને લાગે છે દિશાવિહીન।

'બધાને એક દિવસ જવાનું છે ' તેના ખાસ શબ્દો રહેતા
' મને જરા પણ ડર નથી મરવાનો' સાંભળી મારા આંસુ વહેતા
મને નિરાશા નો સુર સંભળાતો અને આભાસ થતો
શું જીવન નો આમ જ અંત થવાનો હતો?

આમ જ અંત થવાનો Aamaj
Friday, October 13, 2017
Topic(s) of this poem: poem
COMMENTS OF THE POEM
Mehta Hasmukh Amathalal 13 October 2017

બધાને એક દિવસ જવાનું છે તેના ખાસ શબ્દો રહેતા મને જરા પણ ડર નથી મરવાનો સાંભળી મારા આંસુ વહેતા મને નિરાશા નો સુર સંભળાતો અને આભાસ થતો શું જીવન નો આમ જ અંત થવાનો હતો?

0 0 Reply
Mehta Hasmukh Amathalal 13 October 2017

welcome joshu dristi Like · Reply · 1 · Just now

0 0 Reply
Mehta Hasmukh Amathalal 13 October 2017

welcome sarika sathvara Like · Reply · 1 · Just now

0 0 Reply
Mehta Hasmukh Amathalal 13 October 2017

welcome tarun h mehta

0 0 Reply
Mehta Hasmukh Amathalal 14 October 2017

welcome monty sodha parmar Like · Reply · 1 · Just now

0 0 Reply
Mehta Hasmukh Amathalal 14 October 2017

welcome Rajdeep parmar Like · Reply · 1 · Just now

0 0 Reply
Mehta Hasmukh Amathalal 13 October 2017

rupal bhandari Like · Reply · 1 · Just now

0 0 Reply
Mehta Hasmukh Amathalal 13 October 2017

welcome sheetal mehta Like · Reply · 1 · Just now Manage Hasmukh Mehta Hasmukh Mehta rupal bhandari Like Like Love Haha Wow

0 0 Reply
Mehta Hasmukh Amathalal 13 October 2017

welcome p ravinbhai s naik Like · Reply · 1 · Just now

0 0 Reply
READ THIS POEM IN OTHER LANGUAGES
Mehta Hasmukh Amathaal

Mehta Hasmukh Amathaal

Vadali, Dist: - sabarkantha, Gujarat, India
Close
Error Success