દેશ રહે આબાદ Desh Poem by Mehta Hasmukh Amathaal

દેશ રહે આબાદ Desh

દેશ રહે આબાદ

એક જ સુર
કોઈ નહો શોર
મોર હતો શિરમોર
હું થઇ આનંદ થી વિભોર।

તેમના પગલાં નો આવ્યો મને અણસાર
કાન થઇ ગયા ચાર
મેં જમીન સરખા માંડ્યા કાન
મોંઢા પાર આવ્યું મંદમંદ મુસ્કાન

કેટલા વખત પછી સાજન આવવાના હતા ઘેર
આખા કુટુંબ માં હું લાગતી હતી ગૈર
બધાના એ લાડકા હતા
મારે મન તો એ દિલ થી વણાયેલા હતા।

પણ આ શું? એકદમ ભારેખમ બુટ નો આવાજ
શું આખી ફૌજ લઈને આવ્યોછે મારો જાબાજ
મારું મન મળવાને હતું આતુર
પણ ચેહરો થઇ ગયો ચિંતાતુર।

મારે ઘર આ શોકની વાગી શરણાઈ
કર્મ ની હતી મોટી કઠિનાઈ
આતો એના સન્માન માં લેવાતી હતી શોકની દુહાઈ
હું એકદમ વિલાપ માં સરકી ગઈ।

આ તો હતો એમનો મૃતદેહ
શુરવીર ને છાજે એવો પહોળો અને જાજરમાન દેહ
મોટી એવી પેટી મા બંધ
ગમે તેવો માણસ થઇ જાય અંધ।

ના મારો ભરથાર
બની ગયો તારણહાર
કેવો હતો હાહાકાર
તેણે ના કર્યો પોતાનો વિચાર।

રાષ્ટ્રપ્રેમ બધાથી ઉપર
'મારા આંસુ 'ના આવ્યા બહાર
ગદગદ થયો મારો આ આત્મા
તેજ તો હતો સમાયો મારા માં।

ગામ આખું થયું શોકાતુર
જાણે નદી માં આવ્યું ઘોડાપુર
કઈ આંસુભીની પાંપણો થઇ ગઈ ગરકાવ
આજ તો હતો મારા માટે શિરપાવ।

'દેશ રહે આબાદ ' હું મનોમન બોલી ઉઠી
મન માં એક ચિનગારી સરીખી ઉઠી
પણ કોઈનો જવાન બેટો આમ ના જાય!
કેમ ના કરીએ આપણે ઉપાય હંધાય।

દેશ રહે આબાદ  Desh
Sunday, October 22, 2017
Topic(s) of this poem: poem
COMMENTS OF THE POEM
Mehta Hasmukh Amathalal 22 October 2017

દેશ રહે આબાદ હું મનોમન બોલી ઉઠી મન માં એક ચિનગારી સરીખી ઉઠી પણ કોઈનો જવાન બેટો આમ ના જાય! કેમ ના કરીએ આપણે ઉપાય હંધાય।

0 0 Reply
Mehta Hasmukh Amathalal 22 October 2017

welcome લાલભાઇ મેવાડા જય.ગૉપાલ LikeShow More Reactions · Reply · 1 · Just now

0 0 Reply
Mehta Hasmukh Amathalal 23 October 2017

welcome sneha shah Like · Reply · 1 · Just now

0 0 Reply
Mehta Hasmukh Amathalal 23 October 2017

welcome kirit vadgama Like · Reply · 1 · Just now Manage

0 0 Reply
Mehta Hasmukh Amathalal 23 October 2017

welcome prakash vansia Like · Reply · 1 · Just now Manage

0 0 Reply
Mehta Hasmukh Amathalal 26 October 2017

આ લોકો બધી આશા પુરી કરવાનું વચન આપશે પટાવાળા ને ઓફિસર અને ઓફિસર ને ચીફ ઓફિસર બાનાવી દેશે લૂંટી લો લૂંટાય એટલું પૈસા સરકારના આપણું પેટ ભરાય એટલે ખુશ એવા મત ના માટેના

0 0 Reply
Mehta Hasmukh Amathalal 26 October 2017

welcome dinesh kumar vishwa karma Like · Reply · 1 · Just now

0 0 Reply
Mehta Hasmukh Amathalal 25 October 2017

welcome bharat mumbai Like · Reply · 1 · Just now

0 0 Reply
Mehta Hasmukh Amathalal 25 October 2017

welcome bharat mumbai Like · Reply · 1 · Just now

0 0 Reply
Mehta Hasmukh Amathalal 24 October 2017

welcome jadeja harry Like · Reply · 1 · Just now

0 0 Reply
READ THIS POEM IN OTHER LANGUAGES
Mehta Hasmukh Amathaal

Mehta Hasmukh Amathaal

Vadali, Dist: - sabarkantha, Gujarat, India
Close
Error Success