ઢોલીડા ઢોલ તું વગાડ
શનિવાર,27ઓક્ટોબર 2018
ઢોલીડા ઢોલ તું વગાડ
દાદા ના ઉઘડે કપાટ
હસતા ચેહરા ના દર્શન થાય
મારું હૈયું ઘણું હરખાય।
દાદા ના ચક્ષુ દેખાય
કરુણા નો સાગર છલકાય
મોઢું જાણે બોલું બોલું થાય
મારા દિલ ના દ્વાર ખુલી જાય।
જીવન માં હતો અભરખો
મારે સુધાર વો મનખો
કોઈ ના આવે વીઘન કે ડખો
સમય નો ચાલે ચરખો।
હું અભાગી ને અબુધ
નથી જીવન ની કોઈ સુધબુધ
પડુ તમારે ચરણે
સંભાળ જો દાદા, આવ્યો તમારે શરણે।
મારો જન્મારો સફળ થયો
જીવન નો હેતુ બર આવ્યો
નથી બચી હવે કોઈ લાલસા
બસ પૂરી થઇ આજ આશા।
હસમુખ અમથાલાલ મહેતા
Mirii Miryam Mirii Miryam Good Morning Sir Stay blessed 1 Manage Like · Reply · 10m
Annah Toboso Translation please 1 Manage Like · Reply · 1h
welcome .... sanjay pansare 1 Manage Like · Reply · 1m
welcome sanjay thakore.... Manage Like · Reply · 1m
This poem has not been translated into any other language yet.
I would like to translate this poem
મારો જન્મારો સફળ થયો જીવન નો હેતુ બર આવ્યો નથી બચીહવે કોઈ લાલસા બસ પૂરી થઇ આજ આશા। હસમુખ અમથાલાલ મહેતા