ફૂલો તમે
ફૂલો તમે સુગંધી ને
મહેકાવાનું છોડી દો
ભ્રમરો તમે ઉડવાનું ને
ગૂંજવાનું છોડી દો।.. ફૂલો તમે
ચાંદની તારી શીતળતા ને
વરસાવાની છોડી દે
જનની તારી વત્સલતા ને
હેતળતા ને છોડી દે।.. ફૂલો તમે
આગીઆ ઓ તમે ચમકારા ને
અંધારામાં છોડી દો
ગગનવિહારી ઓ પંખીડા
આકાશ માં ઉડવાનું છોડી ડો।.. ફૂલો તમે
નભ માં વસતા સુરજદાદા
કિરણો ને મોકલવાનું છોડી દો
આગમાં બળતા અંગારા તમે
દહન થવાનું છોડી દો।.. ફૂલો તમે
મનપિયાસી નજરો તમે
દુરથી જોવાનું છોડી દો
રકતપિપાસી કાતીલો તમે
અસ્ત્રથી હણવા નું છોડી દો।.. ફૂલો તમે
મનને મારા ઓ હરનારા
પ્રેમ કરવાનું છોડી દો
આપી શકોનાં જો સથવારા
તો સાથ દેવાનું છોડી ડો।.. ફૂલો તમે
મનમાં બધાને સદા કહું છું
સઘળું કરવાનું છોડી દો
રાહ માં આવે કંટકો પણ
વળી ને જોવાનું છોડી ડો।.. ફૂલો તમે
This poem has not been translated into any other language yet.
I would like to translate this poem
Mitos Jane Nepomuceno likes this. Mitos Jane Nepomuceno What's the Englis translation :))) 10 minutes ago via mobile · Unlike · 1