Human Poem by Ankit Vaghasiya

Human

સારસના એક જોડા ને નિરખ્યુ તો થયુ,
કે માણસ મા કઇક તો ઘટે છે.
પ્રેમ થયો હવે પાતળો, જટ કપાતો સંબંધ,
અને રોજ નવા મુરતિયા જુતે છે.
વિશ્વાસ થયો હવે વામણો, એક બનાવ ની બે વાત,
અને લાખો ના દિલ તુટે છે.
સમય થયો હવે સાવકો, એક ભોગવે એકાંત,
અને બીજો બધા સુખ લુટે છે.
સારસ ના એ નયનરમ્ય જોડા ને પરખ્યુ તો સમજાયુ,
કે આજે માણસ મા 'માણસ' જ ઘટે છે.

Human
Tuesday, March 3, 2015
Topic(s) of this poem: Humanity
COMMENTS OF THE POEM
READ THIS POEM IN OTHER LANGUAGES
Ankit Vaghasiya

Ankit Vaghasiya

vanthali
Close
Error Success