જે દિલ માં હોય
અને મનપસંદ હોય
તેને વાચા આપી શકાય
સરળતા થી કહી શકાય
નાં કરો જીદ જવાની
હજુ તો છે સાંજ સુહાની
'પછી તો રાજ છે ' કહે છે ચાંદની
વાતો ની રેઅહેશે ફક્ત લહાણી
મળ્યા છો તો કહ્યા વગર જવાય નહી
'આવીશ' કહ્યું છે તો પછી ના કેહવાય નહિ
કવિ થી કવિ ની ઓળખ છુપાવાય નહિ
અવાય કે નાં અવાય પણ નાં કેહવાય નહિ
કહો મન થી હું સાથે જ છું
મન થી અને તન થી પણ તમારીજ છું
કોઈ કાળે નાં નહિ કહું
આવો પાસે તો કાન માં કહું
મને એમ કે તમે માનીજ જશો
જતા જત્તા પણ કહીજ જશો
હું આવીશ કાલે મારી વાત જોજો
ખાલી વાત સમજી ને હસી નાં દેજો
શમણાં ની વાતો શમણાં માજ સારી લાગે
સામે આવો ત્યારે દુર ને દુર ભાગે
કેવી રીતે વાત કરવી તેની દુવિધા લાગે
મન હોય પણ સાન માં કેહવાની શરમ લાગે
This poem has not been translated into any other language yet.
I would like to translate this poem
જે દિલ માં હોય અને મનપસંદ હોય તેને વાચા આપી શકાય સરળતા થી કહી શકાય