ખાટી અને મીઠી.. Khati Poem by Mehta Hasmukh Amathaal

ખાટી અને મીઠી.. Khati

Rating: 5.0

ખાટી અને મીઠી
શુક્રવાર,23 જુલાઈ 2021

કોની કોની વાત તમને કરું?
ક્યાંથી થઇ જાઉં શરુ?
વાતો છે તમારી અને મારી
જિંદગી માં ખાટી અને મીઠી!

સારા થઈને રેહવામા કઈ મુશ્કેલી નથી
મન ની વાત કેહવામાં કોઈ અડચણ નથી
પણ એનો ભાવાર્થ ના સમકો તો મુશ્કેલી
મન ને ભુલાવી દે એટલી નથી સહેલી

કટુ શબ્દો બોલવા એટલે મન માં ચાલી રહેલો વિપ્લવ
ના છોડે કોઈ સગાને કે પછી હોય બાંધવ
એનું કારણ છે માયા પ્રત્યે નો લગાવ
માનો ઉદ્વેગ અને એ બાજુ નો વહાવ

સારા હોવું અને સારા દેખાવું
મન માં ને મન માં હરખાવું
પારકા પ્રત્યે સ્નેહ ને દર્શાવું
આજ છે જિંદગી નું રૂપ વરવું

કોઈ પૈસા નો ખર્ચો નહિ
કોઈ તાકાત નો પરચો નહિ
મન માં રાખેલી કોઈ વાતનો અપચો નહિ
જીવન નો મર્મ અને સાચો અર્થ અહીં

સારી ભાવના છે તો સારા જ રહો
મન ની વાત ખુલ્લા દિલ થી કહો
આશા ના રાખો કે તમે માફ થઈજ જશો
પણ મન નો મેલ તો જરૂર થી ધોઈ શકશો

ગુસ્સા થી વાત કરી ઉભરો તો સમાવી દેશો
પણ બીજાના દિલ માં કચવાટ ઉભો કરી દેશો
આવવા કેટલા કેટલા પ્રસંગો નો તમે સામનો કરશો?
ઘણાજ બહાદુર હોવા છતાં તમે મન થી ભાંગી જશો

નથી આ વાત તત્વચિંતન ની કે શિખામણ ની
આ તો છે મિથ્યાવાણી વર્તન ની
જો તેને કાબુ કરીલો તો સમજો કે તમે વિષપાન કરી લીધું
પણ તેમ કરી અમૃતપાન બિજાને દીધું

ડૉ હસમુખભાઈ મેહતા
સાહિત્યિકી

ખાટી અને મીઠી.. Khati
POET'S NOTES ABOUT THE POEM
નથી આ વાત તત્વચિંતન ની કે શિખામણ ની આ તો છે મિથ્યાવાણી વર્તન ની જો તેને કાબુ કરીલો તો સમજો કે તમે વિષપાન કરી લીધું પણ તેમ કરી અમૃતપાન બિજાને દીધું ડૉ હસમુખભાઈ મેહતા સાહિત્યિકી
COMMENTS OF THE POEM

Manoj Pandey

0 0 Reply

manoj j Pandey

0 0 Reply

Sanjoy Saksena

0 0 Reply

Karma La

0 0 Reply

marup ahmeda ·

0 0 Reply

Muhammad Muntashir · Reply · 10 h

0 0 Reply

welcome..Kento Lekpa

0 0 Reply

marup ahmeda · Reply · 20 m Author

0 0 Reply

vinod fulee

0 0 Reply

Muhammad Muntashir · Reply ·

0 0 Reply
READ THIS POEM IN OTHER LANGUAGES
Mehta Hasmukh Amathaal

Mehta Hasmukh Amathaal

Vadali, Dist: - sabarkantha, Gujarat, India
Close
Error Success