મારા સ્નેહ ની મેડીએ... maa snehni Poem by Mehta Hasmukh Amathaal

મારા સ્નેહ ની મેડીએ... maa snehni

મારા સ્નેહ ની મેડીએ

ફૂલો ને જવા દઉં છું
અને મુસ્કરાઉં છું
આ એકજ આનંદ છે
તેને નિત્યાનંદ માનું છું।

કહે છે ' સુગંધ તો હાથ માં જ છે'
સૌગંધ તો શબ્દો માં જ છે
આ તો છે એક લેવડ દેવડ
અજમાવી જુઓ તમારી છે કેટલી ત્રેવડ!

પ્રેમ ની હાટ લગાવી ને બેઠો છું
'નિરાશ નથી થયો' એટલે જમીન પર બેઠો છું
આસમાન પર તો ખાલી એની મહેરબાની જ માંગી લઉં છું
જીવન સંગીની તો ખાલી કલ્પના જ કરી લઉં છું।

પ્રેમ નું ઉદભવ સ્થાન એટલે જ ફૂલ
એની મહેકજ છે અણમોલ
મન માં ઘણા તરંગો ને જન્મ આપી જાય
દિવસ માં ખુબ તરસાવે ત્યાંતો રાત પડી જાય।

પ્રેમ નાં રૂપ ની મને કલ્પના નથી
કોઈ રૂપવંતી ની પણ ખેવના નથી
સૌન્દર્ય જોયું નથી એટલે મન નાં ખૂણા માં એક રંજ છે
વિશ્વાસ પણ એટલોજ છે કે 'એ અચરજ જ હશે '

યુવાન છું એટલે હાસ્ય ગમે છે
'ગાલો માં પડતા ખંજન' આલસ્ય ને ઉડાડી દે છે
કૈક એવું મળે જીવન મો તો યાદગાર રહી જાય
એવું પણ નાં મળી જાય જીવન નર્કાગાર માં ફેરવાઈ જાય।

'હાથ ની સુગંધ' થી જ હું મન મનાવી લઉં છું
સામેથી ફોરમ નો અનુભવ થાય તો જ અપનાવી લું છું
'ફૂલ તો વગડા નું હશે તોપણ ચાલશે'
મારા સ્નેહ ની મેડીએ તે જરૂર મહાલશે।

Friday, January 16, 2015
Topic(s) of this poem: poem
COMMENTS OF THE POEM
Mehta Hasmukh Amathalal 16 January 2015

Sonal Chauhan and Dipali Vaiyata like this. Hasmukh Mehta welcome Just now · Unlike · 1

0 0 Reply
Mehta Hasmukh Amathalal 16 January 2015

મારા સ્નેહ ની મેડીએ ફૂલો ને જવા દઉં છું અને મુસ્કરાઉં છું આ એકજ આનંદ છે

0 0 Reply
READ THIS POEM IN OTHER LANGUAGES
Mehta Hasmukh Amathaal

Mehta Hasmukh Amathaal

Vadali, Dist: - sabarkantha, Gujarat, India
Close
Error Success