મજાક નાં થઇ જાય.. Majaak Naa Thai Poem by Mehta Hasmukh Amathaal

મજાક નાં થઇ જાય.. Majaak Naa Thai

મજાક નાં થઇ જાય

સોપાન ની સીડી
છે ઘણી રૂડી
આપે છે ખુલ્લમ ખુલ્લા આહ્વાહન
કરવું પડશે ઘણું સહન।

જવું છે મારે ઉપર
કસોટી ની એરણ પર
ઉગતા તારા ની જેમ
રાખી છે ઘણી ઉંચી નેમ।

ભણી ને વિદ્વાન બનો
જગત માં લુટાવો ખજાનો
નથી કુબેર નાં ખજાના ને લાગ્યું તાળું
માં સરસ્વતી એ પણ જેને વખાણ્યુ?

સીડી દેખાય છે સરળ
પણ છે ઘણી ગહન અને અકળ
ક્યરે પટકી દે એની કોઈને નથી ખબર?
પડેલા ને પૂછો તો ખરા ખબરંઅંતર?

હું ચડી જાઉં સડસડાટ
પણ મન માં છે ફફડાટ
રખે ને થઇ જાય બફાટ
પછી તો રહેને બાકી ખાલી પછડાટ!

મેં એવો કર્યો નિર્ધાર
જેના પર છે બધો મદાર
કુશાગ્ર બુદ્ધી અને પાછો યૌવન નો તરવરાટ
મન તો નાંચી ઉઠે છે કરી વારંવાર થનગનાટ

સેવેલ ઉમંગ થી શમણા
મારા દિલ માં ઊંડે સમાણા
પણ એને કેમે કરુ સાકાર?
હજુ મનમાં જ ઉદભવ્યો છે આકાર

સીડી હોય સીધી કે પછી હોય વળાંક
મેં તો મુક્યો છે એક જ ગુણાંક
કરવું છે સર મારે ઉત્તુંગ શિખર
છે મન માં અસમંજસ કે મજાક નાં થઇ જાય ખરેખર?

મજાક નાં થઇ જાય.. Majaak Naa Thai
Thursday, April 23, 2015
Topic(s) of this poem: poem
COMMENTS OF THE POEM
Mehta Hasmukh Amathalal 24 April 2015

wel come Megha Shukla like this. Just now · Unlike · 1

0 0 Reply
Mehta Hasmukh Amathalal 24 April 2015

hasmukh....welcome rameshbhai

0 0 Reply
Mehta Hasmukh Amathalal 24 April 2015

Manish Doshi and Kavari Yadav like this. Unlike · Reply · 1 · Just now

0 0 Reply
Mehta Hasmukh Amathalal 24 April 2015

Manish Doshi and Kavari Yadav like this. Hasmukh Mehta come v Unlike · Reply · 1 · Just now

0 0 Reply
READ THIS POEM IN OTHER LANGUAGES
Mehta Hasmukh Amathaal

Mehta Hasmukh Amathaal

Vadali, Dist: - sabarkantha, Gujarat, India
Close
Error Success