તમે બનો છો Tame Poem by Mehta Hasmukh Amathaal

તમે બનો છો Tame

તમે બનો છો

ખાલી ઉપરવાળા ને જરૂર છે
તે તમારા ઉપર મગરૂર છે
તમે પણ તેને નિરાશ કરશો?
માનવ જીવન ને નામશેષ કરશો?

તમારી જરૂર બીજાને ક્યાં છે?
વિચારજો શાંતિ થી આવતી કાલ તમારી છે
તમારા જવાથી કઈ ફરક પડવાનો નથી
તમારા રહેવાથી આસમાન હરખાઈ જવાનું નથી!

આ બધા જાતે ઉભા કરેલા નુસખા છે
બધા પોતાની જાતને ખેરખા માને છે
કોઈ કબૂલવા તૈયાર નથી
જીવન માટે નો ભ્રમ તોડવા તૈયાર નથી।

તમારી માતા દરવાજે ઉભી હશે
'દીકરો ભૂખ્યો અને તરસ્યો કૂટાતો હશે'
હજુ સુધી ઘેર પહોંચ્યો નથી?
તેની કોઈને કૈજ પડી નથી।

' ન જાણ્યુ જાનકી નાથે' શું આવશે સંગાથે
કરી લીધો વિચાર જાનકી છે મારે હારે
મારી અર્ધાંગના અને પથદર્શક
આજ છે જીવન નો મર્મ અને તમે બનો છો મુકદર્શક?

તમે બનો છો  Tame
Saturday, June 24, 2017
Topic(s) of this poem: poem
COMMENTS OF THE POEM

ન જાણ્યુ જાનકી નાથે શું આવશે સંગાથે કરી લીધો વિચાર જાનકી છે મારે હારે મારી અર્ધાંગના અને પથદર્શક આજ છે જીવન નો મર્મ અને તમે બનો છો મુકદર્શક?

0 0 Reply
READ THIS POEM IN OTHER LANGUAGES
Mehta Hasmukh Amathaal

Mehta Hasmukh Amathaal

Vadali, Dist: - sabarkantha, Gujarat, India
Close
Error Success