તારી યાદ... Tari Poem by Mehta Hasmukh Amathaal

તારી યાદ... Tari

Rating: 5.0

તારી યાદ
સોમવાર,13 જાન્યુઆરી 2020

તારી યાદ મને ઘણી આવે
મન માં રંજ ઘણો લઇ આવે
તારા જવા નો અફસોસ ઘણો થઇ આવે
આસું પણ ના રોકાઈ જાવે। તારી યાદ મને ઘણી આવે

રાતે ધીરે ધીરે પદચાપ સંભળાવે
મનને મધુરો અજંપો કોરી ખાવે
એ જ મધુરા વેણો ની, યાદ અપાવે
રાત્રી માં શૂન્યતા નો ભાસ કરાવે। તારી યાદ મને ઘણી આવે

પડકારો જીલ્યા ઘણા, સમય છોડી જાવે
તું હતી મારી બેલડી, એમ મને સમજાવે,
જીવન નો મધુરો આનંદ, યાદ મને અપાવે
છોડી દેશે એક દિન પાછો વળી ને નાવે।તારી યાદ મને ઘણી આવે

ભરદરિયે દરિયે મોજા એ ભરખી લીધું
સમય ને પણ, મેં પારખી લીધું
આપણે માળા ના, રહયા પંખી
જીવન ને બનાવ્યુ ઉજ્જવળ ને સુખી।તારી યાદ મને ઘણી આવે

ના જાણ્યું કાલે સવારે, તું થઇ જઈશ દૂરે,
મન માં નીકળશે ઉદગાર "અરે"!
આવા જીવન થી, મતલબ ના સરે
પણ જીવન ને તો, જીવવુ પડે।તારી યાદ મને ઘણી આવે

હસમુખ અમથાલાલ મહેતા

તારી યાદ... Tari
Wednesday, January 15, 2020
Topic(s) of this poem: poem
COMMENTS OF THE POEM
Mehta Hasmukh Amathalal 15 January 2020

ના જાણ્યું કાલે સવારે, તું થઇ જઈશ દૂરે, મન માં નીકળશે ઉદગાર " અરે" ! આવા જીવન થી, મતલબ ના સરે પણ જીવન ને તો, જીવવુ પડે।તારી યાદ મને ઘણી આવે હસમુખ અમથાલાલ મહેતા Hasmukh Amathalal

0 0 Reply
READ THIS POEM IN OTHER LANGUAGES
Mehta Hasmukh Amathaal

Mehta Hasmukh Amathaal

Vadali, Dist: - sabarkantha, Gujarat, India
Close
Error Success