અંતર્યામી વસો મારા દિલ માં.. antaryaami vaso Poem by Mehta Hasmukh Amathaal

અંતર્યામી વસો મારા દિલ માં.. antaryaami vaso

Rating: 5.0


અંતર્યામી વસો મારા દિલ માં


અંતર્યામી વસો મારા દિલ માં
અંતરિયાળ ના એક ખૂણા માં
દયા ની સરવાર દિલ માં પૂરજો
મન ઉદગમ ની એક જગા માં। અંતર્યામી વસો

ચડતી પડતી, તડકી છાયડી
મન થાય દુખી ને ખાય ચાડી
હું રાખું મન માં એક જ ભાવના
પૂરી કરજો મારી ખેવના। અંતર્યામી વસો

સૌના જીવન માં સુખ દુખ આવે
મનડું મારું ખુબ ગભરાવે
તારી દયા થકી દુખ દુર થાવે
અંતર કદી નાં મન ને સતાવે। અંતર્યામી વસો

મનખા નો અવતાર હું પામ્યો છું
લખ ચોર્યાશી ના ફેરા પછી
કાર્યો ઉમદા કરવા મારે
ભવસાગર તરવો છે મારે। અંતર્યામી વસો

કટુ વચનો થકી, દિલ નાં દુભાવું
તડકી હો પણ નાં ગભરાવું
માં અભિમાન નાં મનમાં લાવું
અન્યના દુખો ખુદ અપનાવું। અંતર્યામી વસો

આપ ના પગલાં જ્યાં જ્યાં થાયે
સુખ નો ઉદય ત્યાં થઇ જાયે
કૃપા તમારી મારા પર હોજો
જીવતર મારું ઉજ્જવળ કરજો। અંતર્યામી વસો

અમી વરસાવે આંખો અમારી
કૃપાદ્રષ્ટિ જો થાય તમારી
કરુણાસાગર ને દિલ માં વહાવો
દયા નું ઝરણું જગ માં પ્રસરાવો। અંતર્યામી વસો

શાંતિ સંદેશો જગ માં ફેલાવું
માનવ થઇને સૌને બતાવું
પામરતા કદી મન માં નાં લાવું
જીવન ઉજાળી ધન્ય થઇ જાવું। અંતર્યામી વસો

પળ પળ તારું સ્મરણ કરું
રોમે રોમ પુલકિત થઇ જાઉં
જય હો, જય હો જયકાર તમારો
શંખભેરી નાદ થી ગગન ગજાવું। અંતર્યામી વસો

COMMENTS OF THE POEM
Mehta Hasmukh Amathalal 07 February 2014

Rohani Daud likes this. Hasmukh Mehta welcome a few seconds ago · Unlike · 1

0 0 Reply
Mehta Hasmukh Amathalal 07 February 2014

Dharmesh Makwana shared your photo. Usha PU

0 0 Reply
Mehta Hasmukh Amathalal 07 February 2014

4 people like this. Hasmukh Mehta welco me sandip, vijay, prem n jayesh a few seconds ago · Unlike · 1

0 0 Reply
Mehta Hasmukh Amathalal 07 February 2014

Swati Patel shared your photo.

0 0 Reply
READ THIS POEM IN OTHER LANGUAGES
Mehta Hasmukh Amathaal

Mehta Hasmukh Amathaal

Vadali, Dist: - sabarkantha, Gujarat, India
Close
Error Success