ઘણું બધું સાન માં.. ghanu badhu saan maa Poem by Mehta Hasmukh Amathaal

ઘણું બધું સાન માં.. ghanu badhu saan maa

ઘણું બધું સાન માં

તમે રહ્યા પરદેસી પાન
સાથે રાખો ઘણી ઘણી શાન
તમારું સૌન્દર્ય જોઈ, મન કરે ગુણગાન
હવે સુરજ ને કેમ કહું તમેજ છો મારા ભાણ।

બસ પૃરી રહ્યા હતા મન માં પ્રાણ
અમે પણ માથું હલાવી કર્યું અભિવાદન
તમને જોયા ને મન નો મયુર નાચી ઉઠ્યો
ટહુક્યો ડાળ ડાળ અને બધે ઉડી રહ્યો।

શરમાવી ને તમે, મને કહીજ દીધુ
સ્વપ્ના માં પણ મને હા કહીજ દીધું
હું ભોળો ભરથરી કશુજ નાં સમજી શક્યો
મન નાં બે મીઠા બોલ પણ નાં કહી શક્યો

કરો નાં દિલ થી અમોને સ્નેહ
કાજળ ને આંજી ને પછી લગાડી મેહ
તમારા રૂપ નાં હું શું શું વખાણ કરું
મેં તો માન્યા છે તમને કલ્પતરુ

બાહોં ફેલાવી મને દેજો શીતળતા
મારા ધડકતા હૈયા ને દે જો કોમળતા
કહું છું તમને 'ધીરેથી કાન માં 'થોડી વાર
સાંભળી મારા બોલ નાં થાજો ખફા પણ એક વાર।

મે તો કહી દીધું ઘણું બધું સાન માં
હવે કડી નાં પૂછશો ભરી સભા માં
હું તો જુમી ઉઠીશ તમોને જોઈ પોશાક માં
જેમ વનરાવન મહેકી ઉઠે ઉપવન ની છાંવ માં

Tuesday, August 19, 2014
Topic(s) of this poem: poem
COMMENTS OF THE POEM
Mehta Hasmukh Amathalal 19 August 2014

Alpa Suba likes this. Alpa Suba Avismaraniy....Adbhut! ! ! ! Just now · Unlike · 1

0 0 Reply
READ THIS POEM IN OTHER LANGUAGES
Mehta Hasmukh Amathaal

Mehta Hasmukh Amathaal

Vadali, Dist: - sabarkantha, Gujarat, India
Close
Error Success