હું તો પુષ્પ છું.. hunto push chhu Poem by Mehta Hasmukh Amathaal

28992 / 26347
Mehta Hasmukh Amathaal

Mehta Hasmukh Amathaal

Vadali, Dist: - sabarkantha, Gujarat, India

હું તો પુષ્પ છું.. hunto push chhu

Rating: 5.0


હું તો પુષ્પ છું

હું તો પુષ્પ છું
એક છોડનું
પ્રકૃતિ ના સૌન્દર્ય નું
સમ્મોહક નજરાણું।

હું તો રચના છું
એક કાવ્ય ની
કલ્પનાની ઝાંખી ની
મૂર્તિ ની તાસીર છું।

હું તો ઝરણું છું
એક સરિતા નું
ખળખળ વહેતું
નીલધાર ની જલધાર નું।

હું તો ચેતનાનો નાનો અંશ છું
ઉદરનો ધબકતો ધબકાર છું
પળ પળ રુધિર નસમાં વહે
રક્ત નો હું સંચાર છું।

કરુણાંતિકા ની વેદના
સંવેદના નો ભાગ છું
જીવન ની રંગીની રાહ નો
સંગીત નો જ એક ભાગ છું।

સુર ફેલાવે સરગમ
રાગીણી નો એક જ ભાગ છું
જીવન ની આગેકુચ નો
પણ દડમઝલ નો ભાગ છું।

તરણા ઓથે ડુંગર
પાષાણ નો એક ભાગ છું
દુનિયા જોવે યા નાં જોવે
સૃષ્ટિ નો એક ભાગ છું।

COMMENTS OF THE POEM
Mehta Hasmukh Amathalal 19 January 2014

welcoem ravi chavte a few seconds ago · Unlike · 1

0 0 Reply
Mehta Hasmukh Amathalal 19 January 2014

2 people like this. Hasmukh Mehta welcome rajesh patel and hasmukh pandya a few seconds ago · Unlike · 1

0 0 Reply
READ THIS POEM IN OTHER LANGUAGES
28992 / 26347
Mehta Hasmukh Amathaal

Mehta Hasmukh Amathaal

Vadali, Dist: - sabarkantha, Gujarat, India
Close
Error Success