સમાપ્ત થઇ જાત. samaaapt thai jaat Poem by Mehta Hasmukh Amathaal

સમાપ્ત થઇ જાત. samaaapt thai jaat

સમાપ્ત થઇ જાત.

નાના ભૂલકાઓનું હાસ્ય ગમે મને
એના રુદન માં પ્રેમ નો આભાસ કરાવે મને
કરવા પ્રેરે મને પ્રેમ કરવાને
આતો મકસદ છે જીવન માં જીવવાને।

'જીનઘોષ ' કરીને જતાવું
મન નમાવીને બધા ને બતાવું
મારી શ્રદ્ધા ને હું કેમે કરી!
કહી બતાવું ખરી ખરી।

મારી વાત ને લોકો હસી કાઢે છે
કૈંક ને કૈંક કહી" ને મન ને દુભાવી કાઢે છે
પણ મને શ્રદ્ધા છે ઘણી એમની સચ્ચાઈ પર
કાલા કાલા બોલ મને મીઠા મીઠા લાગે છે

આવતી કાલ મને સુવર્ણમય લાગે છે
જીવન ની માંહે લયબધ્ધતા લાવે છે।
માનવતા ની મહેક અને ફોરમ નો ભાસ આપે છે
'ધન્ય થઇ જઈએ' એવી સુવાસ નો અણસાર આપે છે

ભૂલકા જીવન નું અંતર કાપે છે
સ્નેહ માં પણ વધારો કરી આપે છે
અતૂટ સંબંધ નો સેતુ બાંધી આપે છે
જીવન નો હેતુ ખરો સંધી આપે છે।

જો નાં હોત ફૂલો બાગ માં!
નાં હોત ખુશી આ જીવન માં
પળ ની પણ જાણ નાં થાત
જીવન પણ આમ જ સમાપ્ત થઇ જાત.

Saturday, January 24, 2015
Topic(s) of this poem: poem
COMMENTS OF THE POEM
Mehta Hasmukh Amathalal 24 January 2015

નાના ભૂલકાઓનું હાસ્ય ગમે મને એના રુદન માં પ્રેમ નો આભાસ કરાવે મને કરવા પ્રેરે મને પ્રેમ કરવાને આતો મકસદ છે જીવન માં જીવવાને।

0 0 Reply
READ THIS POEM IN OTHER LANGUAGES
Mehta Hasmukh Amathaal

Mehta Hasmukh Amathaal

Vadali, Dist: - sabarkantha, Gujarat, India
Close
Error Success