વહુ નો દાવ Vahu No Daav Poem by Mehta Hasmukh Amathaal

વહુ નો દાવ Vahu No Daav

વહુ નો દાવ

લાખો તમે કમાઈ લેશો
ઘણા બધા ગુમાવી પણ દેશો
સાથે હશે દુઆ માતા પિતાની
પછી મન માં શું હશે લાગણી ચિંતાની!

તેમના મન ને દુભાવવાની ચેષ્ટા જ નકામી
તે દુખ જશે પણ જયારે નીકળશે નનામી
કેટલાયે નિસાસા નીકળી જશે ઉદગાર ની જોડે
"નાં જશે અંતર નો વિલાપ" માફી ને શરતે।

શા માટે બધાને ભાગે જવા દુમતા?
આતો બધું થાય છે ફોગટ અને અમથા
સંતાન નાં મને લીધો ભયંકર આકાર
"માલમતા લઇ જાશે બધા" આવો આવ્યો વિચાર

ચાલ આપણે લોકર jai આવીએ
બેંક નું ખાતું આપણા નાંમ પર કરી દઈએ
માજી નું માથું ખટક્યું
વાત માં ભંગાણ અહીંથી પડ્યું

વહુએ પેંતરો બદલ્યો
પણ માજી ને પસંદ નાં આવ્યો
'જોઈ શું પછી' કહી માજી એ સમય પારખ્યો
વહુ દીકરાના મન મા શંકા નું બીજ lલાવ્યો

બા "ઘરડાઘર" માં સંભાળ સારી થાય
દેખરેખ અને માવજત પણ ઉત્તમ કક્ષા ની ગણાય
ઘરડી આંખો એ સાન માં સમજી લીધું
દીકરા નાં મન નો તાગ લઇ લીધો અને મન ને મનાવી દીધું।

વહુ હતી શયતાન
બનાવી લીધો મન માં પ્લાન
'મારા ઘરે થી અબઘડી નીકળી જાવ'
માજી મક્કમ રહ્યા અને નાકામ કરી દીધો વહુનો દાવ।

વહુ નો દાવ Vahu No Daav
Monday, May 2, 2016
Topic(s) of this poem: poem
COMMENTS OF THE POEM

Would say it is good but I cant understand this 2 May by marieanna..

0 0 Reply

વહુ હતી શયતાન બનાવી લીધો મન માં પ્લાન 'મારા ઘરે થી અબઘડી નીકળી જાવ' માજી મક્કમ રહ્યા અને નાકામ કરી દીધો વહુનો દાવ।

0 0 Reply
READ THIS POEM IN OTHER LANGUAGES
Mehta Hasmukh Amathaal

Mehta Hasmukh Amathaal

Vadali, Dist: - sabarkantha, Gujarat, India
Close
Error Success