સારથી બની ને, , saarthi bani ne Poem by Mehta Hasmukh Amathaal

સારથી બની ને, , saarthi bani ne

Rating: 2.8


સારથી બની ને


સારથી બની ને તમે
મૂકસાક્ષી થઈને જોઈ રહ્યા
અત થી ઇતિ જાણી છતાં
ભાગ્યવિધાતા થઇ રહ્યા। સારથી બની ને

'પાર્થ' ના રક્ષક બની
સમરાંગણ રોળી રહ્યા
'પથદર્શક' થઇ ને તમો
ધરતી ને ધમરોળી રહ્યા। સારથી બની ને

પ્રેરણા ના સ્તંભ બની ને
મન નો મોહ મિટાવી રહ્યા
ભ્રમણા ના ઓછાયા મિટાવી
'અર્થ' નો મર્મ સમજાવી રહ્યા। સારથી બની ને

ધર્મ, અધર્મ ની વ્યાખ્યા કરી ને
પ્રાણ ધર્મ નો પૂરી રહ્યા
કર્મ, અકર્મ ની મુલવણી કરી ને
આં ધર્મી વર્તાવી રહ્યા। સારથી બની ને

પિતા, માતા, બંધુ અને બાંધવ
'ગાંડીવ' નો અર્થ સમજાવી રહ્યા
કર્તા હર્તા, મુરલી માધવ
યુદ્ધ નો ધર્મ સમજાવી રહ્યા। સારથી બની ને

'માંમેકાંમ શરણં વ્રજઃ'વદી ને
ગીતાસાર સમજાવી રહ્યા
યુદ્ધભૂમિ ની આચારસંહિતા
કથાસારમાં પરોવી રહ્યા। સારથી બની ને

યુગે યુગે ધર્મની રક્ષા
જનમ ધરતીપર લેતા રહ્યા
જાન પર ખેલી ને પણ
'પંચજન્ય' ને ફૂકી રહ્યા। સારથી બની ને

COMMENTS OF THE POEM
Mehta Hasmukh Amathalal 20 January 2014

Patel M D Patel shared your photo. 33 minutes ago via mobile ·

0 0 Reply
Mehta Hasmukh Amathalal 20 January 2014

3 people like this. Hasmukh Mehta welcome subhash vanza, rishi rathod and manan desai a few seconds ago · Unlike · 1

0 0 Reply
READ THIS POEM IN OTHER LANGUAGES
Mehta Hasmukh Amathaal

Mehta Hasmukh Amathaal

Vadali, Dist: - sabarkantha, Gujarat, India
Close
Error Success