પાનખર Poem by Miss Pooja Anilkumar Patel

પાનખર

ખરતાં પર્ણો
પામ્યાં સંતોષ આજે
જીવન જીવી!

સમી સાંજનાં
અથમતો સૂરજ
ચમકાવતો!

ચાંદની રાત
પર્ણો શીતળ થયાં
જાણે હસતાં!

યાદોની યાદી
અહીં બનાવી જાણે
પર્ણ સ્વરૂપે!

પામશે અહીં
પુનર્જન્મ; આ જ
ડાળખી પર!

READ THIS POEM IN OTHER LANGUAGES
Close
Error Success