થીજી ગયું છે Poem by Miss Pooja Anilkumar Patel

થીજી ગયું છે

જોઇએ છે હૂંફ પરિવારની મને,
પણ જાણે કે જીવન મારું થીજી ગયું છે,

વાતો કરવી ઘણી બધી હોય મારે,
પણ જાણે કે બધાનાં કાનમાં મેલ થીજી ગયો છે,

લાગણી કેરું નવશેકું પાણી જોઈએ મારે,
અહીં તો નફરતનો બરફ જામી ગયો છે,

સમય છે સારો પણ વાતો થતી નથી,
ખબર નથી પડતી કે શું જડ બન્યું છે,

માટીનો મહેલ રેતીથી સિંચવો છે મારે,
પણ જાણે માટી જ ખડક બની છે આજે,

હું શું કહેવા માગું છું સાંભળવા નથી કોઈ રાજી,
લોકોનું મારી સાથેનું સનેહબંધન ગાયબ થયું છે,

ક્યારે વાગશે હૂંફાળી આ શિતની શરણાઈ?
સવાલ છે મારો આ જાણે જવાબ થીજી ગયો છે!

થીજી ગયું છે
COMMENTS OF THE POEM
READ THIS POEM IN OTHER LANGUAGES
Close
Error Success