Bharat Vaghela

Rookie [lok sahity]

Best Poem of Bharat Vaghela

વિચારો સાથ વેદોની જુબાની ભરીને લાવ્યો છું..

જનમ સાથે મરણની મનમાની ભરીને લાવ્યો છું,
બધા માની શકે તેવી જવાની ભરીને લાવ્યો છું.!

મરણ સાથે દવાદારૂ લઈ મોક્ષ પણ ચાખું છું,
હતી સાચી કહાની તે કહાની ભરીને લાવ્યો છું.!

કરમ વિના કાયા ટકતી નથી તે કોઈ શકે જાણી,
ધરમ ની કેટલી વાર્તાઓ છાની ભરીને લાવ્યો છું.!

કવન મારી જાણનારા જ તેના અર્થ જાણે છે,
લખેલા શબ્દમાંની ભાત છાની ભરીને લાવ્યો છું.!

છે વાણી મારા ભેખ પરથી, હતો તેમાં દિલાશો એ,
વિચારો સાથ વેદોની જુબાની ભરીને લાવ્યો છું..! !

® ભરત વાઘેલા..૨૫૧૦૧૩

Read the full of વિચારો સાથ વેદોની જુબાની ભરીને લાવ્યો છું..
[Report Error]