એક સહિયારી રાતનું ગીત —————દીપક ત્રિવેદી
અંબોડો છોડયોને ત્યાં તો વાંભવાંભના ચોટલિયેથી સરી પડી'તી ભાત-ભાતનાં ચટકાંવાળી કાળી કાળી રાત… હું ભૂલું ક્યાંથી વાત … …એ કાયમ મારી સાથ….!
અડધાં ભીનાં અડધાં કોરાં ચોટલિયેથી ખરી પડી'તી જાતજાતનાં ફૂલ ગૂંથેલી પહેલીવહેલી વેણીની સોગાત… હું ભૂલું ક્યાંથી વાત … …એ કાયમ મારી સાથ….!
...

ડાળ ઉપર બે ભોળી ચકલી તારી-મારી યાદોને પડખામાં લેતી વસંતની પાંખો ફફડાવી થાક કાઢવા બેઠી …ભીની પાંખે ઉડવા જાતી ……આંખો રાતી-માતી……! !
ઓલીકોરે કાળાધબ્બ પડછાયામાંથી સનનન કરતું તીર વછૂટી પાંખે વળગ્યું ત્યાં તો ચકલી ચી-ચી કરતી હેઠી ….બેઠી થવાને ઊંચકાતી…..પાંપણ ભીની થાતી…! !
રીસ અચાનક ઝબકી બેઠી કમળપાંદડીને શરમાવે એવા તારા વદનકમળ પર ઉપસી જાણે મહેંદીલા હાથેથી ભાત … હું ભૂલું ક્યાંથી વાત..એ કાયમ મારી સાથ…!
ચણોઠડીને આંટે એવીલાલરંગની હથેળિયુંમાં ભીંજાતો‘તો તારો-મારો સહિયારો રૂમાલ…..હશે તને એ યાદ…. વાદળનો ઝરમર વરસાદ … પાંદળિયુંમાં થાતો નાદ, હશે તને એ યાદ…..! !
અંબોડો ધ્રૂજવે એવી ટાઢ પડી'તી એક રાતમાં ત્યારે આપણ બેઠાં ઓઢી શાલ …. હશે તને એ યાદ…. વાદળનો ઝરમર વરસાદ … પાંદળિયુંમાં થાતો નાદ, હશે તને એ યાદ…..! !
કલરવ ભીનાં પંખીડાઓ માળા છોડી લીલોતરીનાં ઘરમાં જતાં ગુલાબી પાંખડીએથી નહાતું પરભાત ……હું ભૂલું ક્યાંથી વાત … …એ કાયમ મારી સાથ….!
અંબોડો છોડયોને ત્યાં તો વાંભવાંભના ચોટલિયેથી સરી પડી'તી ભાતભાતના ચટકાંવાળી કાળીકાળી રાત… હું ભૂલું ક્યાંથી વાત … …એ કાયમ મારી સાથ….!