મનથી જોડાયેલ તે Poem by KIRTI SHAH

મનથી જોડાયેલ તે

સાંજનો સમય હતો
થોડો સમય નવરાસ હતી
તે પણ સાથે હતી
કહ્યું કોઈ કામ નથી, ચાલ અમસ્તા રખડવા..
તું કહેતો ઘરે બેસીએ
તેણે કહ્યું ઘરમાં નથી બેસવું
ક્યાંક આટો મારવા જઈએ, સ્ટેશન તરફ ગયો
બે ટીકીટ કઢાવી શહેર તરફ
પ્લેટફોર્મ સાવ ખાલી હતું
ગાડી આવતી દેખાણી
પાછળની બાજુએથી ચઢ્યા
તેણે હલકા ભૂરા રંગનો કુર્તો પહેરેલો
જેની સીલાય બહારની બાજુએ હતી
મેં કહ્યું ઉન્ધોતો નથી પહેર્યો
તેણે જવાબ આપ્યો આતો ડીઝાઈન છે
તને ન ખબર પડે,
અને આટો મારી આવીયા...
હતું આતો એક સપનું..
હજુ ખબર લેનાર છે.
મનથી જોડાયેલ તે,
એકલો નથી......

Saturday, December 19, 2015
Topic(s) of this poem: sad
COMMENTS OF THE POEM
READ THIS POEM IN OTHER LANGUAGES
KIRTI SHAH

KIRTI SHAH

mumbai (india)
Close
Error Success