છે તે માણ Poem by KIRTI SHAH

છે તે માણ

તમન્ના એક પતંગની
ગગને ઉચે લહેરાતા
જોવો નીચે વિસ્તાર
કેવડો મોટો વસ્તાર
કોઈ ન ભાળે વસ્તી
અથડાતા બિલ્ડીગો લાગે ઝુપડા
તે પહાડો જાણે ઢેફા
ને નદી જાણે નાળું
ગર્વે તેને સુર્યની સામે રહે અડંગ
એ તો પોતાની હતી મસ્તી
ભૂલી કે કોકના હાથમાં દોરી
ઉતારવાનો કાળ પણ નિશ્ચિત
ન કર શોખ એ ઉચાઈનો
નસીબે કપાણો તો એટલીજ
ઉચેથી પટકાવવાનો
અંત તો ભો પર કે કોક ડાળે
ત્યાં ન કોઈ પોતાના
એના કરતા છે તે માણ

Saturday, December 19, 2015
Topic(s) of this poem: social
COMMENTS OF THE POEM
READ THIS POEM IN OTHER LANGUAGES
KIRTI SHAH

KIRTI SHAH

mumbai (india)
Close
Error Success