છે પૂછનારું તને ખુદે .. Poem by KIRTI SHAH

છે પૂછનારું તને ખુદે ..

હતું ન તેના હાથમાં, ન મારા હાથમાં
ન રહી શકી તે, ન રોકી શક્યો હું
ન કોઈ પાછા વળી શકે,
ન જાણી જણાવી શકે તે
જાણું કે જીવન મરણ, ફક્ત એની દોર પર
શીદને વચે ના ગાળામાં,
મુકે જે દોર છૂટો કે બનાવે,
જે સબંધ જન્મો જનમનો
હવે બતાવ....
શું જીવન મોત પછીનું, જણાવી શકીશ તું?
એવી કઈ મજબૂરી કે તું બહારવટીયે ચઢે
તું કર્મનો પાઠ પઢાવે, તે શીદને ચોરી કરે?
એવો કયો ધરમ કે....
જીવને મર્જીએ જન્મ બક્ષે,
ને ફાવે ત્યારે ભગાડી લે
છે પૂછનારું તને ખુદે.....

Saturday, December 19, 2015
Topic(s) of this poem: social
COMMENTS OF THE POEM
READ THIS POEM IN OTHER LANGUAGES
KIRTI SHAH

KIRTI SHAH

mumbai (india)
Close
Error Success