ચક્રવ્યુ Poem by KIRTI SHAH

ચક્રવ્યુ

ઓ દેવા, તે બધુજ આપ્યું
સુખ-દુખ કે સારું-નરસું,
જનમ મરણ પણ કહે
સૌ જ એક કારણ તુ
રાખે જકડી બંધન કર્મ,
વળી નમાવે ચરણ તારે
બનાવ્યો તે નિયમ કારમે,
રાખી હિસાબ ભવે ભવે
સંધુય એ તારે જ હાથે,
આમ કેમ.....
જે જીવ ચાલતો કર્મે,
ખરુ ખોતુય તે જાણે
શીદને નામાંવતો એને,
રાખ એને ય તું માનભેર
ન નમાવ એને લાચારે,
વળી ઉપાડે મોતના ફરમાને
ક્યાય ન મળે તો બતાવે,
તેના સાતેય જનમને
શું રાખે હિસાબો એ,
શું એ સૌ તારાજ કરમ?
કાશ......
ફક્ત જીવને સંતોષ અર્પી,
કર્યો હોત દુર પુરા પાપથી
તો થાત સૌ નું કલ્યાણ,
ન રાખવું નર્ક કે હિશાબ
પણ,
લાગે છે કે તારે ત્યાં,
જગ્યાની કમી સ્વર્ગમાં
કેમ રાખવા એટલા જીવોને
સમાવી, શું એટલે તે
આ ચક્રવ્યુ બનાવ્યું?

Saturday, December 19, 2015
Topic(s) of this poem: social
COMMENTS OF THE POEM
READ THIS POEM IN OTHER LANGUAGES
KIRTI SHAH

KIRTI SHAH

mumbai (india)
Close
Error Success