બન્યો ધોધ Poem by KIRTI SHAH

બન્યો ધોધ

થયું આજે સબંધને માંડી વાળતા પહેલા
એની એક ટપોરી ભાષે એનીજ ઓફિસમાં
જઈ બોચી પકડી કઈક વસુલાત કરું
એમ કાઈ થોડી જવા દેવાય
જે આટલાવર્ષોનો વહેવાર જાળવ્યો
કદાચ ડર કે સબંધ ન રહે.....
પણ મન.....
કબૂતરની તાલે મોજ માણે એ
દોડે પણ તેને ખોફ પાંજરાનો...
ત્યાં વળી...
પાણી ભાળી ડોલે અળસિયું
ન ડર કોક પગ તળે કચડવાનું
આજે ન કોઈ ખોફ કે ડર
વહેતું પાણી....જે
બન્યો ધોધ

COMMENTS OF THE POEM
READ THIS POEM IN OTHER LANGUAGES
KIRTI SHAH

KIRTI SHAH

mumbai (india)
Close
Error Success