અંજલીએ Poem by KIRTI SHAH

અંજલીએ

પહોચાડવામાં ઉતાવળિયા સૌ
પછી દાકતર, દવાખાનું કે અંગત
ભૂલી એ ભાન કે છે એનો એ છે
છેલ્લો શ્વાસ પણ માણનાર
ધકેલી બેવને અલગ ફાટે
જે સ્વતઃ છેલ્લી ઘડી ય ન જાણે
રહેતું બેવની મનનું મનમાં
કેમ એમ થતું હશે.......
આખી જિંદગી હસતો એના ચહેરે
એ દર્દનું રૂપ પણ માનવું હતું મને
એની જિંદગી કે મારી સ્થિતિ
ન અમારા હાથમાં ય,
એ તો અંતે હતી
જીન્દગાની કોક 'રાગ' ની
કર્યા ભેગા એ અગ્નિ ફેરે
થયા છૂટે તે અગ્નિ ચિત્તે
સજાવી મુજ દુનિયા જેણે પડદા પાછળ
હતો દરિયો ભાર એ મોતી ઉપર
હતા આ હાથ કુસમ વેણીએ
રહ્યા હથેળી ફૂલ અંજલીએ

Thursday, December 31, 2015
Topic(s) of this poem: sad
COMMENTS OF THE POEM
READ THIS POEM IN OTHER LANGUAGES
KIRTI SHAH

KIRTI SHAH

mumbai (india)
Close
Error Success