એક આશ ચંદ્ર...'માં' Poem by KIRTI SHAH

એક આશ ચંદ્ર...'માં'

એક આશ ચંદ્ર...'માં'....

આખી રાત શોધતો ફરતો
ખોવાયેલ યાર કાજે મન્થતો
અંધારે પોતાની જાતને
સળગાવી બનાવી પ્રકાશે
આખાય બ્રમાંન્ડમાં ગોતતો
તિથી દર તિથી મોટી આશે
આગ વધારતા વધારતા પૂનમે
તો આખી જાતને હવાલે કરતો
છતાય કઈ જ ન પામતો
ઠોકર ખાતો દિવસે ડૂબતો
રાત્રે સફાળે પરપોટે ઉઠતો
દિવસ અને રાત ન જોતો
વિલાપમાં ઘસાતો ફરતો
પોતાથી અંતે થાકતો અને
અમાસે બ્રહ્માંડમાં જ મટી જતો
એક આશ ચંદ્ર...'માં'.....

COMMENTS OF THE POEM
READ THIS POEM IN OTHER LANGUAGES
KIRTI SHAH

KIRTI SHAH

mumbai (india)
Close
Error Success