ભક્તિ કરે Poem by KIRTI SHAH

ભક્તિ કરે

ગયો એક 'ઈશ્વર' ધામે દર્શનાથે,
ગામમાં ઘરો કરતા મંદિરો અને ધર્મશાળાઓ વધારે
રસ્તાઓ અને ચોરાઓ બધું સીમેન્ટીકરણે
વળી ગામમાં મોટું મજાનું તળાવ પણ ખરું
મોટા નકશી કરેલ દરેક વળાંકે પ્રવેશદ્વારું
જ્યાં મોટ મોટી તકતીઓ પર દાતાઓ દોક્યું કરે
નામેં નામી ગુટકા બનવનાર રાજા રાજ કરે
કેટલો બધો સંપ અહી પશુ માનવી ખુલ્લામાં રહે સૌ સુખી
દરેક ખૂણો ખાચરો ગોબરથી ભરેલ રંગોળી સાથે હરી ભરી
દાતાને પૂર્ણ માન ગુટકા ને પ્લાસ્ટીક થેલીઓની જાજમ,
એક ખાયને ફેકે ઢોર ફેકેલું ખાય ને કાઢે....
પાણી ખાલી ને મંદિર રોડ પર જહાજે
મંદિરમાંય ચાલો તો પગને દરેક પગલે
એક્યુપંચરની સેવે એકેક દાણો ચોખાનો હાજર રહે
કોક ટીપમાં માંખીઓનો જમાવડો, મીઠાઈઓ ભળીને રહે
બહાર અંદર સૌ "ભીખી" ખાડો પૂરે….
તળાવમાં જાણે પાણીની તંગી હોય તે
સૌ પ્રાણી લઘુ સેવા આપી વધારો કરે
ધર્મ 'શાળાઓમાં'ચુક્યા તો રેકડીઓની વણજાર તૈયાર
ગરમ પૈસે, તો કોક ગાય ‘એજ' બે ચાર લાફા સાથે ખાય
ગામને છેવાડે સુધી મંદિરો, ભગવાન તળાવના પાણીએ
દર્શન કરે કેવી મજાની સૌ "ભક્તિ કરે"

Thursday, December 31, 2015
Topic(s) of this poem: social
COMMENTS OF THE POEM
READ THIS POEM IN OTHER LANGUAGES
KIRTI SHAH

KIRTI SHAH

mumbai (india)
Close
Error Success