'બહારગામની બેગ' Poem by KIRTI SHAH

'બહારગામની બેગ'

'બહારગામની બેગ'

બહારગામ જવાને આગલે 'દી'
હુકુમ 'બહારગામની બેગ ' ઉતારી?
આમ તો વજન બોઉં ખાસ નહિ પણ તે બહુ જરૂરી
જે સોઈ થી દવા સુધીનો એક શન્ગ્રાલય
કોઈ પણ માંગ, મુસાફિર પાછો ન જાય
બટન તૂટ્યું કે માથું ચડ્યું, એક સફરજન
દરેકને પીરસવી જે ઈચ્છો અનેક ચીર,
નવરે નખ કાપો કે બે ઝાડે વચ્ચે હિલોળે ટીન્ગાઓ,
ભીનું કપડું સુકવો કે ભીનું કપડે લુંછાઓ,
વળી ચમચી, ડીશ, વાટકી ને ગ્લાસ તો ખરી
તત્કાલીન કોઈ કરવું દ્રવ્ય ગરમ તો હીટર
અને વધ્યું ભેગું કરવા કચરા બેગ સહી
આ બહુ ઉદ્દેશીય 'બહારગામની બેગ'
આજે....એ બેગ વિશરી, એ સંગ તુટ્યો
કોઈ હુકુમ નહી કારણ હુકુમ કરનાર
એવી યાત્રે સિધાવ્યા જ્યાંથી પાછા ન ફરે કોઈ
તેમના ગયે પ્રથમ એક ખંડિત યાત્રા
ભટકતી એક સ્મરણિકા

Thursday, December 31, 2015
Topic(s) of this poem: traveling
COMMENTS OF THE POEM
READ THIS POEM IN OTHER LANGUAGES
KIRTI SHAH

KIRTI SHAH

mumbai (india)
Close
Error Success