'આવું પણ થશે ' Poem by KIRTI SHAH

'આવું પણ થશે '

શાળામાં હતો તે કોલેજમાં જવાની ઉતાવળ
કોલેજથી નોકરીએ ટ્રેન પકડવાની ઉતાવળ
નોકરી છોડી તે ઓફિસે પહોચવાની ઉતાવળ
કારખાને, દુકાને.....
બસ આગળ વધવાની ઉતાવળ
દિવસના ચોવીસ કલ્લાક પડતા ઓછા
જ્યાં રાત્રીને કોઈ મળતું ન સ્થાન
કહેતી તે કે
'આવે જો મોતતો થોભી જા
આટલું તેટલું કરીને આવવું જે પાછું '
અને આજે ખરેખર એ સીધાવ્યા...
જ્યાં સમયની આગળ દોડતો હતો
સમયની પાછળ
સમય કાપવા નીસરું છું
ત્યારે ખબર ન હતી કે
'આવું પણ થશે '

Saturday, January 2, 2016
Topic(s) of this poem: sad
COMMENTS OF THE POEM
READ THIS POEM IN OTHER LANGUAGES
KIRTI SHAH

KIRTI SHAH

mumbai (india)
Close
Error Success