એક નવી ઓળખ.. Poem by KIRTI SHAH

એક નવી ઓળખ..

'કેમ છો? ' સવારે વોક કરતી વખતે
ઉભા રખાવી પૂછ્યું એક ઓળખીતા બહેને
અને.......
'તમેં લખો છો...મારા દીકરાએ કહ્યું,
મને વાચવા પુસ્તક મળશે? '
કહ્યું આજના જમાનામાં પુસ્તકો
ખરીદવા જરૂરી નથી, તમે મોબાઈલ
ફોનથી વાંચી શકો છો- લીંક મોકલાવીશ'
આજે કેટલું સરળ બની ગયું, ખર્ચા વગર
શોખ પુરા કરી શકીએ.......
સાથે થયું હતું કે એમના ગયા પછી
મને કોઈ નહી શકે.......ઓળખી
કારણ જે ઓળખ હતી એમના થકી...
આજે એમણે જતા જે નવો પહેરવેશ આપ્યો
લખવાનો....અહી પણ અપાવરાવી એમણે
'એક નવી ઓળખ.. '
રાખ્યો જ્યાં અખંડ સન્ગાથ

Sunday, January 3, 2016
Topic(s) of this poem: social
COMMENTS OF THE POEM
READ THIS POEM IN OTHER LANGUAGES
KIRTI SHAH

KIRTI SHAH

mumbai (india)
Close
Error Success