જોતો રાહ Poem by KIRTI SHAH

જોતો રાહ

મને બાયપાસના ચુંગલમાંથી
મોતના મુખમાં હતો ત્યાં વગર
ઓપરેસન બહાર કઢાવ્યો હોસ્પીતાલથી
મહેણાંટોણા કેટલાય જીલ્યા જ્યાં એક એક
નિર્ણય નિકટ પરિસ્થિતિમાં જાતે લીધા ફક્કડ..
આજે એ વાતને બે વર્ષ થયા..
એજ પરિસ્થિતિ હતી પણ
મારી જગ્યાએ તે હતી.....
સ્ટ્રેચરમાં ટેસ્ટીંગ માટે જતી હતી
કેટલો વિશ્વાસ હતો કોઈ તકલીફ નહી આવે
અને આવશે તો હું જરૂર બચાવી લઈશ
બહાર આવતા દાક્તરને પૂછ્યું તે મોટા દાકતર
આવે ત્યાં સુધી રાહ જોવા કહ્યું જેણે જોતાજ
હાથ ખંખેરી નાખ્યા,
કેટલીય આજીજી કરી
કોઈ રસ્તો મળે...
બધુય વ્યર્થ,
જે તેને ફોન કર્યા પણ....
બધુય નકામનું...
એને મોઢુંય શું બતાવું?
કેટલો બધો હું અને કેટલા
સૌ લાચાર, ક્યાં વિજ્ઞાન,
કેવી શોધખોળ? એ રાહ જોતી હતી
બચવાની કોઈ રાહ ન બચાવવાની,
જાણું કે જીવ છે, બોલાવે છે પણ.
જતાં રોકી ન શક્યો...
કઈજ જ કરી શક્યો ન હું,
કાશ....
સથવારો જાળવી શક્યો હોત,
આજે અડધી વર્ષી......
'જોતો રાહ'
એમના બોલાવવાની

Sunday, January 3, 2016
Topic(s) of this poem: sad
COMMENTS OF THE POEM
READ THIS POEM IN OTHER LANGUAGES
KIRTI SHAH

KIRTI SHAH

mumbai (india)
Close
Error Success