બચપણના દી Poem by KIRTI SHAH

બચપણના દી

આજે ગાડીમાં બુટની માટી ખંખેરી આરામથી બેસીએ કે કપડાની ઈસ્ત્રી
ન ચોળાય પણ, યાદ આવે એ દી ' શરીર આખામાં માટી હોઈ ભરી,
પગમાં ચપ્પલ ન હોઈ અને ટેસથી ગામ ફરતા ધોવેલા કપડા પેરી,
ઈસ્ત્રી જેવું કોઈ ન હતું ભાળ્યું, શાળાએ ચોપડા કપડાની થેલીમાં
જ્યાં રીક્ષા કે બસનું નામ નિશાન નહિ કઈક વંડી ઠેકીને પહોચતા
શાળેથી આવીને જમ્યા કે નહિ બહાર દોસ્તો રાહ જોતા, કેકના ડબ્બા
ફેકી ગુલ કરી ઝાડ પર ચડી જાતા, ગીલ્લી ડંડાથી કૈકની ગાળો ખાતા
બપોરે ચાલની માંલકીન સુતી હોઈ ત્યાં ગોટી રમતા, અવાજ મોટા
પાડતી માંલ્કીન રાડો 'મારા રોયા' તે બહાર આવતી કે ભાગી જતા..
ટાયરમાં સોડા બોટલના બિલ્લા મારી ગુગરુનો અવાજ દોડાવતા
છાપાની હોડી ખાડો કરી પાણીએ ફેરવતા, તેની સ્ટીમ્બર ઉંધી કરતા બનાવી પિસ્તોલથી ચોર પોલીસ રમતા, વગર હલાવી ટુકડા બંગડીના બનાવતા દૌલત, પત્તાના મહેલો બનાવી ફુકીને તોડતા
વળી બેઠેલા તે જીવડાના પૂછડીએ દોરો બાંધી ઉડાડતા
ત્યાં બાજુના મંદિરે પ્રસંગ, તો ઝાડે ચઢી વારંવાર મફતી ભેટ લાવતા પ્ર્ર્ભાવના કરતા, સામેની વાડીએથી મીઠી આમલી ચઢી ચોરતા
સાંજે વડીલોનો આવવાના સમયે ઘરમાં ઘુસી લેશન પૂરું કરતા તેમાય પરાણે પાઠશાળાએ મોકલતા તો રમવા બેસતા
વળી જે જતા એને ચાડી ન ખાય એમ ધમકાવતા,
ઘરે કોઈ રાવ લઇ આવતા અજાણ્યું કરી થતા, એક થઈ ન કબુલતા, કહે કોક 'છોકરાઓ છે'. જોતા તેની રાહ....જવા...દો બોલે ત્યાં ભાગી જતા કેવા એ દિ' ન કોઈ ગમ કે જવાબદારી
ગોતીને પણ ન મળે ઘણી સુંદર એ જીન્દગાની
આજે બન્ડ્લોથી એકેય કડક નોટ યાદોની આપશો.કાઢી?

Monday, January 4, 2016
Topic(s) of this poem: social
COMMENTS OF THE POEM
READ THIS POEM IN OTHER LANGUAGES
KIRTI SHAH

KIRTI SHAH

mumbai (india)
Close
Error Success