નીર્લેજ હસતો ધરે છે. Poem by KIRTI SHAH

નીર્લેજ હસતો ધરે છે.

Rating: 5.0

પાનોના અને ફૂલોના ઢગલા,
શરુ થયો માતમ તહેવારોનો
ઝાડો અનેકુમળા છોડો
પણ રૂએ જે અંગ ડાળીઓ કપાય
આ માનવી નામે પ્રાણી જે
કોયતાના આડેધડ ઘા કરે
એક ઝટકે તુટીએ તો થીક નહિતર
મૂળથી મોડી, મચોડી ઉખાડી પાડે,
ઘાડોના ઘાડો તૂટી પડે,
અરે શીદને આવો આતંક મચાવો,
શું બગડ્યું તમારું
હજું અમારા આ બચ્ચાઓ ખીલે છે,
હવે રમે છે
શીદને ભૂલો કે અત્યારે પણ
અમને બેરહેમીથી મારી
અવ છાયડા નીચેજ થાક ઉતારો છો,
તમને ફળો આપું છું,
તમારી માટે ઉચે ઉચે ઉગીને
વાદળો બોલવું છું
તોફાનો ઝીલું, બધાને ઠંડા પાડી
તમોને પ્રેમથી મળવા દઉં,
આવે પ્રલય તો કાખમાં સમાવીને
રહું અડીખમ પડખે તમ,
હું પણ તમારી જેમ એક જીવ છું
જે કુદરતને ભગવાન બનાવી
મારી બલી ચઢાવો છો
એ પ્રકૃતિનો હું એક અંશ છું,
અમારા જીવને મારી ને
વળી બાંધી જે દરવાજે કે મંદિરે લટકાવી કે
ચઢાવી અમારા મોતનું દાન કરો છો
તે ઘડીએ ભગવાન પણ પાછો ફરશે
તમારા આ કૃત્યો ભાળી કરી અફસોસ કે
મેં કેવા પ્રાણીને તાકાત અને વાચા આપી જે
મારીજ સામે મારા અંશને નીચોડી
મને નીર્લેજ પણે હસતો ધરે છે......

Monday, January 4, 2016
Topic(s) of this poem: social
COMMENTS OF THE POEM
READ THIS POEM IN OTHER LANGUAGES
KIRTI SHAH

KIRTI SHAH

mumbai (india)
Close
Error Success