તેમનું રાજ જશે Poem by KIRTI SHAH

તેમનું રાજ જશે

ફૂલ હરિયાળી અને અબોલ તે સૌ પ્રાણીઓ
જે રહે સૌથી નજીક માનવીની સેવામાં
આ સર્વે જીવોને ખબર નથી હોતી કે
તેમને અધ્ધર લટકાવી વજને તોલી
બોલી બોલે છે એજ માનવી જે એક
ઘડી મુશ્કરાતા હોઈ બીજીજ ક્ષણે
પાડી કોયતો તેમને હતા ન હતા કરી દે છે
બેરહેમીથી આંતક મચાવે છે
ભેટ ચઢાવે છે તેના જ ઉંબરેતેમને લટકાવી
ભલે તે એમને મારી પોતાનું પેટ ભરતો
પણ તેઓ પણ મરતા ખુદે બાંગ પોકારે છે
દેવા અમને પણ એ દિ ' આપજે કે
તેમને લટકાવવાની પણ જરૂર ન પડે
ત્યારે આ ‘ગોડ' વચન આપે છે કે
એ દિવસ દુર નથી -જેવી કરની તેવી ભરની,
એ માનવીની ઉપર પણ સવા શેર તય્યાર છે
બધું જંગલે ફેરવાય જશે ત્યાં
તેમનું કાયમી રાજ જશે.......

COMMENTS OF THE POEM
READ THIS POEM IN OTHER LANGUAGES
KIRTI SHAH

KIRTI SHAH

mumbai (india)
Close
Error Success