હું.'નોની' કરી Poem by KIRTI SHAH

હું.'નોની' કરી

આજે રજાનો દિવસ, દૂધ પીયને
તુરંત ભાઈ તો બેઠા દુકાન ખોલી
'નાનું' come.. come મારી સાથે
મારી બાજુમાં seat ..ક..અ..રો
પોતાની દુકાનમાં રમકડાના ઢગલામાંથી
બે ભાગ કરી ગલ્લો લગાવી બેઠા
એક ઢગલે હાથ બતાવી 'નાનું' શું જોઈએ છે
જરા તેને તકલીફ આપતા મેં bike માંગી
જ્યાં કારોના ઢગલા હતા તેમાંથી ગોતી આપી
મેં કહ્યું કેટલા પૈસા આપું તો કહે
એવું નહી કેવાનું, મને play કરવા આપવાનું
મેં એને પાછી આપી જે બાજુએ મૂકી
' બીજું' શું આપુ? આમ રમત ચાલી
રાતનો ઉજાગરો હતો કે જરા સુવાની તય્યારી
જે તે જોઈ ગયો અને તુરંત.."તમારે આંખો બંધ કરીને"
'નોની' નહી કરવાની મારી સાથે play....ક..અ..રો
ઊંઘ પીછો ન છોડે અને તે એની રમત..
બાજુમાં પડેલ સાલ આપી કહ્યું 'નોની' કરી લે
એ તેને માન્ય રાખ્યું થયું હાશ સુવા મળશે
પણ...ત્યાતો બોલ્યા. તમારે' નોની' નહી કરવાનું
‘હું નોની કરીશ‘ ને છુપાઈ આઉકી કરતો રમાડવા લાગ્યો,
ત્યાં ક્યાંક એને મમ્મી યાદ આવી 'મને મમ્મી જોઈએ'
આવતા એ એની ગોદમાં લપેટાય ગયો
ને હું 'નોની' કરી ગયો....

Thursday, January 14, 2016
Topic(s) of this poem: child abuse
COMMENTS OF THE POEM
READ THIS POEM IN OTHER LANGUAGES
KIRTI SHAH

KIRTI SHAH

mumbai (india)
Close
Error Success